Vastram Concept

MoDe India sponsored “Project Vastram”

A bridge between having enough and having nothing…

Clothing is not just a thing, but it is more special than that. Clothing is the protector of the human being, the clothing is a matter of belonging to both health and well-being, and there is also clothing, along with the human rights in the constitution.

FOOD, CLOTHING & SHELTER – This is the basic necessity of human beings, in which our aim is to provide clothes for everyone. Because of their financial conditions, many people are unable to buy clothes for themselves and our main motto is to provide clothes to the needy. MoDe India is a well-known Gujarat based voluntary, non-profit and an ISO 9001:2015 compliant organization engaged in the field of social development. The organization works to promote equality, empowerment and help people in their overall development. With a team of young and enthusiastic social motivators, the organization is committed to address the special needs of society by intensively working with different sectors of the society and promoting sustainable development. MoDe India has a main office situated at Ahmedabad (Gujarat, India) and field offices in other Districts. As part of the social responsibility of an organization, we have taken efforts to bridge the gap between having enough and not having anything. The ‘Project Vastram’ is the first and most important step for this, the purpose of which is to provide clothes for every human being.

Clothes received from you, whether old or new will be given to needy person by us, and will deliver their blessings to you in return. Even your smallest help means a lot to us. Donation will be yours, we will only be your medium to help others… and we are confident that your support will be definite..!!

For further details related to “Project Vastram”,
Please feel free to contact our representatives on +91 85111 44588 | +91 85111 44688 | info@modeindia.co.in

We are waiting to receive your call!!

All donations given to MODE are exempted from taxes under 80G of the Income Tax Act.

મૉડ ઇન્ડિયા પ્રાયોજિત “પ્રોજેકટ વસ્ત્રમ્”

“પૂરતું હોવું અને કંઇ ન હોવું વચ્ચેનો સેતુ….”

‘વસ્ત્ર’ એ ફક્ત વસ્તુ નથી, પણ તેનાથી અનેક ગણું વિશેષ છે. વસ્ત્ર એ માનવીની ગરીમાનું રક્ષક છે, વસ્ત્ર એ સ્વસ્થતા અને સ્વાસ્થ્ય બન્ને સાથે જોડાયેલ બાબત છે, તથા એક પરિધાનની સાથે સાથે સંવિધાનમાં સમાવિષ્ઠ માનવિય અધિકાર પણ છે…

રોટી, કપડા અને મકાન – એ માનવમાત્રની પ્રાથમિક જરૂરીયાત છે, જેમાનો અમારો સંકલ્પ છે દરેક માટે વસ્ત્ર. પોતાની આર્થિક પરિસ્થિતિના લીધે પૂરતા કપડા પણ ન પહેરી શકે તેવા ભાઇ-બહેનો કે બાળકોના અંગ ઉપર અંગરખું એટલે કે વસ્ત્ર પહોંચાડવા એ આ કાર્યક્રમનો સંકલ્પ છે.

‘મૉડ ઇન્ડિયા’ ગુજરાતની એક જાણીતી સ્વૈચ્છિક, બિન-નફાકારક અને ISO 9001: 2015 સુસંગત સંસ્થા છે, જે સામાજિક વિકાસના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહી છે. સંસ્થાની ઉસ્તાહી તથા સક્ષમ યુવા ટીમ, સમાનતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપી, સમુદાયના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. વિવિધ ક્ષેત્રોમાં સઘન દરમિયાનગીરીથી ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપનાર ‘મૉડ ઇન્ડિયા’, સમાજની વિશેષ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છે. મૉડ ઇન્ડિયા અમદાવાદ (ગુજરાત, ભારત) ખાતે મુખ્ય ઓફિસ તથા અન્ય જિલ્લાઓમાં ફિલ્ડ ઓફિસ ધરાવે છે. એક સંસ્થા તરીકેની સામાજિક જવાબદારીના ભાગ રૂપે અમો એ પૂરતું હોવું અને કંઇ ન હોવું એ બન્ને પરિસ્થિતિ વચ્ચે સેતુ બનવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ‘પ્રૉજેક્ટ વસ્ત્રમ્” આ માટેનું પહેલું અને ખૂબ અગત્યનું પગથીયું છે, જેનો હેતુ છે દરેક માનવી માટે વસ્ત્ર.

આપના દ્વારા પ્રાપ્ત થયેલા નવા કે જૂના વસ્ત્રોને અમે માધ્યમ બની અને યોગ્ય પાત્ર સુધી પહોંચાડીશું અને તેઓની દુઆઓ આપ સુધી. આપની નાનામાં નાની મદદ અમારે મન ઘણું બધું. વસ્ત્રદાનના આ ભગીરથ કાર્યમાં દાન તો આપનું જ રહેશે…. અમે તો ફક્ત તમારો હાથ – નિમિત્ત કે માધ્યમ – બનીશું, …..અને અમને વિશ્વાસ છે કે તમારો સાથ ચોક્ક્સ મળશે…!!!

ઉપરોક્ત જણાવેલ કોઇપણ યોગદાન આપવા તથા વધુ માહિતિ માટે આપ અમારા પ્રતિનિધિનો સંપર્ક કરી શકો છો – સંપર્ક નંબર: +91 85111 44588 | +91 85111 44688 | info@modeindia.co.in

અમોને આપના ફોનની રાહ રહેશે…..!!

નોંધ: મૉડ સંસ્થાને આપેલું કોઇ પણ અનુદાન ઇન્કમટેક્ષની કલમ 80 જી હેઠળ કરમૂક્ત છે.

How Can Help

MoDe India sponsored “Project Vastram”

A bridge between having enough and having nothing…

Team MoDe gratefully acknowledges your feelings to support us in our small endeavour towards “BahujanHitay, BahujanSukhay” (Welfare for many, Happiness for many).

You can contribute to “Project Vastram” through any of the below means:

  • By donating clothes (new / pre-owned), of any age & gender
  • By collecting clothes from your groups and delivering them at our office
  • By organizing a donation drive in your society / office on a specific date and time in consultation with our team
  • By sharing information related to “Project Vastram” through various social media mediums like Facebook, WhatsApp, Linkedin etc and by verbal communication in the groups

Apart from this, you can also support “Project Vastram” by becoming member and contributing financially so that the benefits of this herculean task are passed on to the larger communities:

  • You can become member of this initiative by contributing a monthly small amount of Rs.99/- only or above as per your wish
  • On becoming member, you will be given a membership card. The card will contain information of contribution given by you. You can opt for Monthly, Quarterly, Half Yearly or Yearly option as per your convenience
  • You will be added in the Whats App Group of “Project Vastram” wherein we will be sharing regular updates of activities & photographs for your reference
  • With your approval, we will share details of your contribution on Social Media so that others also get motivated towards the initiative
  • You can contribute in “Project Vastram” by opting any of the below payment options:
    • Scan QR Code or Cheque – In favour of “MODE”
    • Digital Banking (On-line) – Credit Card / Debit Card / Net Banking – by visiting www.modeindia.co.in (donation)

For further details related to “Project Vastram”,
please feel free to contact our representatives on: +91 85111 44588 / 688

We are waiting to receive your call!!

MoDe India is a well-known Gujarat based voluntary, non-profit and an ISO 9001:2015 compliant organization engaged in the field of social development. The organization works to promote equality, empowerment and help people in their overall development. With a team of young and enthusiastic social motivators, the organization is committed to address the special needs of society by intensively working with different sectors of the society and promoting sustainable development.

All donations given to MODE are exempted from taxes under 80G of the Income Tax Act.

How Can Help – English

મૉડ ઇન્ડિયા પ્રાયોજિત “પ્રોજેકટ વસ્ત્રમ્”

“પૂરતું હોવું અને કંઇ ન હોવું વચ્ચેનો સેતુ….”

‘બહુજન હિતાય અને બહુજન સુખાય’ના અમારા એક નાના પ્રયત્નને પ્રોત્સાહિત કરવા માટેની આપની લાગણી અને પહેલને ખૂબ ખૂબ અભિનંદન….!

પ્રોજેકટ વસ્ત્રમમાં આપ નીચે જણાવેલ દરેક રીતે સહયોગ આપી શકો છો:

  • વસ્ત્રદાન – જુના અથવા નવા કપડાનું દાન કરી.
  • આપના મિત્ર વર્તુળ પાસેથી આવા કપડા એકઠા કરી અને અમારા સુધી પહોંચાડી.
  • આપની સોસાયટી કે ઓફિસમાં વસ્ત્રદાન માટે નિયત સમય અને તારીખે કાર્યક્રમ (ડોનેશન ઇવેન્ટ)નું આયોજન કરી.
  • ‘પ્રોજેકટ વસ્ત્રમ’ ની માહિતી વિવિધ માધ્યમો જેવા કે મૌખિક સંદેશ, ફેસબુક કે વોટસઅપ જેવા સોશ્યલ મિડિયા દ્વારા અન્ય મિત્રો સુધી પહોંચાડી.

આ સિવાય આ ભગીરથ કાર્યનો લાભ બહોળા સમુદાય સુધી પહોંચાડવા માટે આપ ‘પ્રોજેકટ વસ્ત્રમ’ના સભ્ય બની અને આર્થિક અનુદાન પણ આપી શકો છો:

  • ખૂબ નાની રકમ – રૂ.99=00 અથવા આપની ઇચ્છાશક્તિ અનુસાર તેનાથી વધારે દર મહિને આપી અને આપ આ કાર્યક્રમમાં સભ્ય તરીકે જોડાઇ શકો છો.
  • સભ્ય બનનાર વ્યક્તિને અમારા તરફથી એક સભ્ય કાર્ડ આપવામાં આવશે, જેમાં આપના અનુદાનની વિગત દર મહિને નોંધવામાં આવશે. આપ આ રકમ ત્રણ માસ, છ માસ અથવા તો વર્ષની એક સાથે પણ આપી શકો છો.
  • પ્રોજેકટ વસ્ત્રમના સભ્યના વોટ્સઅપ ગ્રુપમાં આપશ્રીને પણ સંમેલિત કરવામાં આવશે તથા આ કાર્યક્રમ હેઠળ થતી પ્રવૃત્તિઓની વિગત નિયમિત રીતે આપવામાં આવશે.
  • આપની સંમતિથી આપના યોગદાનની વિગત સોશ્યલ મિડિયામાં પ્રસારિત કરવામાં આવશે જેથી અન્યને પણ પ્રેરણારૂપ બને.
  • આપ આ કાર્યક્રમમાં નીચે જણાવેલ કોઇ પણ માધ્યમ દ્વારા અનુદાન આપી શકો છો:
    • અહિં આપેલ ક્યુ.આર. કૉડ સ્કેન કરીને અથવા ચેક દ્વારા – ચેક ઉપર લખવાનું નામ ‘મોડ’ / ‘MODE’
    • ડિજિટલ બેંકિંગ (ઓન લાઇન) – ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ / નેટ બેંકિંગ માટે વેબસાઇટની મુલાકાત લઇને – www.modeindia.co.in (Donation)

ઉપરોક્ત જણાવેલ કોઇપણ યોગદાન આપવા તથા વધુ માહિતિ માટે આપ અમારા પ્રતિનિધિનો સંપર્ક કરી શકો છો – સંપર્ક નંબર: +91 85111 44588 / 688 – અમોને આપના ફોનની રાહ રહેશે…!!

‘મૉડ ઇન્ડિયા’ ગુજરાતની એક જાણીતી સ્વૈચ્છિક, બિન-નફાકારક અને ISO 9001: 2015 સુસંગત સંસ્થા છે, જે સામાજિક વિકાસના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી રહી છે. સંસ્થાની ઉસ્તાહી તથા સક્ષમ યુવા ટીમ, સમાનતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપી, સમુદાયના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ છે. વિવિધ ક્ષેત્રોમાં સઘન દરમિયાનગીરીથી ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપનાર ‘મૉડ ઇન્ડિયા’, સમાજની વિશેષ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ છે.

મૉડ સંસ્થાને આપેલું કોઇ પણ અનુદાન ઇન્કમટેક્ષની કલમ 80 જી હેઠળ કરમૂક્ત છે.

How Can Help – Gujarati

Copyright © 2016 MoDeIndia.co.in. All rights reserved.